બંનેની પ્રારંભિક એક્સશોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયા છે
હન્ગ્રીની ટૂ-વ્હીલર નિર્માતા કંપનીએ ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી
ઈલેક્ટ્રીક સ્કૂટર 300 CCના છે
કીવેના આ બંને ઈલેક્ટ્રીક સ્કૂટર 300 CCના છે અને આ બંનેની પ્રારંભિક એક્સશોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયા છે. . કીવેના આ બંને નવા સ્કૂટર્સ 278.8 સીસી સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપ્યું છે, જે 6500 આરપીએમ પર 18.7 હોર્સપાવર અને 6000 આરપીએ પર 22 એનએમ પીક ટોર્ક બનાવે છે. આ બંને સ્કૂટર્સને જે ચીજ એકબીજાથી અલગ બનાવે છે, તે છે તેની ડિઝાઈન. જેમાંથી જ્યાં વિએસ્ટે 300 એક મેક્સી સ્ટાઈલનુ સ્કૂટર છે. તો સિક્સટીજ 300 આઈ રેટ્રો ડિઝાઈનનુ સ્કૂટર છે. જોવામાં ખૂબ આકર્ષક લાગે છે. પરંતુ ભારતીય માર્કેટમાં ગ્રાહકોની વચ્ચે કેટલી પસંદ કરવામાં આવે છે, જેનો જવાબ ટૂંક સમયમાં સામે આવશે.
કીવેએ બંને નવા સ્કૂટર્સના આગળના અને પાછળના પૈડામાં ડિસ્ક બ્રેક્સ આપી છે, જેને ડ્યુઅલ-ચેનલ એબીએસની સાથે રજૂ કરવામાં આવ્યું છે. સિક્સટીજ 300 આઈમાં 12 ઈંચના વ્હીલ્સ આપવામાં આવ્યાં છે, તો વિએસ્ટે 300ને 13 ઈંચ વ્હીલ્સની સાથે રજૂ કરવામાં આવ્યું છે. સિક્સટીજને મેટ લાઈટ બ્લૂ અને મેટ ગ્રે રંગ આપવામાં આવ્યાં છે, તો વિએસ્ટેને મેટ બ્લૂ અથવા મેટ બ્લેક રંગમાં ખરીદી શકાય છે. બંને સ્કૂટર્સને સામાન્ય રીતે બે વર્ષ/ અનલિમિટેડ કિલોમીટરની વોરંટી આપવામાં આવી છે. આ બંને સ્કૂટર્સને ભારતમાં બેનેલી ડીલરશિપ પર વેચવામાં આવી છે, જે કીવેની સિસ્ટર કંપની છે.