• કાશ્મીરમાંથી પંડિતો કરી રહ્યા છે પલાયન
• ટાર્ગેટ કિલીંગ બાદ એક્શનમાં આવ્યા અમિત શાહ
• કશ્મીરમાં 177 સરકારી કર્મચારીઓને ટ્રાંસફરના આદેશ આપ્યા
કશ્મીરમાં છેલ્લા ઘણા મહિનાઓથી હિન્દુઓની હત્યા થવાના બનવો વધી ગયા છે. ખાસ કરીને ટાર્ગેટ કિલિંગનું પ્રમાણ વધતાં કાશ્મીરી હિન્દુઓમાં ભયની સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે વધાત આવી હત્યાને પગલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગઈ કાલે તાત્કાલિક બેઠક બોલાવી હતી. ત્યારે આ મિટિંગ બાદ આજે કશ્મીરમાં હિન્દુઓની હત્યામાં ખતરનાક રીતે થઈ રહેલા વધારાની વચ્ચે સરકારે શ્રીનગરમાં તૈનાત 177 કશ્મીરી પંડિત શિક્ષકોને ટ્રાંસફરના આદેશ આપ્યા છે. તેમને સુરક્ષિત જગ્યા પર ટ્રાન્સફર આપ્યા છે. અમીત શાહે શુક્રવારે દિલ્હીમાં એક હાઈલેવલની બેઠક કરી હતી. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ કશ્મીરી પંડિત શિક્ષકોને ટ્રાંસફરના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીના વિશેષ પેકેજ અંતર્ગત કામ કરી રહેલા કશ્મીરી પંડિત મધ્ય કશ્મીરમાં બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં 12મેના રોજ આતંકવાદીઓ દ્વારા રાહુલ ભટ્ટની હત્યા બાદ ડરનો માહોલ છે. મોટા પાયે પલાયનની ધમકી આપતા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભટ્ટની હત્યા બાદ વિવિધ જગ્યા પર લગભગ 6000 કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તેમને ઘાટી બહાર ટ્રાંસફરની માગ કરી હતી.
ગુરૂવારે કશ્મીરમાં બે લોકોના મોત થયા હતા. આપને જણાવી દઈએ કે, એક મેથી અત્યાર સુધી બેંક મેનેજર આંતકીઓના આઠમો અને મજૂર કશ્મીરમાં નવમો શિકાર હતો.
જમ્મુના સાંબા જિલ્લાના રહેવાસી એક મહિલા શિક્ષિકાની મંગળવારે દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લાની એક સ્કૂલમાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. 18 મેના રોજ આતંકવાદી ઉત્તરી કશ્મીરમાં બારામૂલામાં એક દારૂની દુકાનમાં ઘુસી ગયા હતા અને એક ગ્રેનેડ ફેંક્યું હતું. જેમાં જમ્મુ વિસ્તારમાંથી એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું અને અન્ય ઘાયલ થઈ ગયા હતા.