સમ્રાટ પૃથ્વીરાજ અક્ષય કુમારમોસ્ટ અવેટેડ ફિલ્મ
300 કરોડમાં આ ફિલ્મ બનેલી છે
આ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી
બોલિવૂડના ‘ખિલાડી કુમાર’ની (Akshay Kumar) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મના જબરદસ્ત પ્રમોશન અને ટેક્સ ફ્રી થયાપછી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન જબરદસ્ત હશે, પરંતુ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી.
‘સમ્રાટ પૃથ્વીરાજ’ સ્થાનિક સિનેમાઘરોમાં હિન્દીમાં 3550 સ્ક્રીન્સ અને તમિલ અને તેલુગુમાં 200 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. અક્ષય આ ફિલ્મમાં ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું પાત્ર ભજવી રહ્યો છે.
ચંદ્રપ્રકાશ દ્વિવેદી (Chandraprakash Dwivedi) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj) તેના મેગા બજેટના કારણે ચર્ચામાં છે. 300 કરોડમાં બનેલી આ ફિલ્મ પહેલા દિવસે 15 કરોડની ઓપનિંગનો આંકડો પાર કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ આમ કરવામાં સફળ થઈ શકી નથી.
પ્રારંભિક અહેવાલો અનુસાર, સમ્રાટ પૃથ્વીરાજે તેના શરૂઆતના દિવસે 10.50 થી 11 કરોડની કમાણી કરી છે, જે આ વર્ષે માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ કરતા ઓછી છે. ફિલ્મના બજેટને જોતા તેનો શરૂઆતનો દિવસ ઘણો નિરાશાજનક માનવામાં આવે છે.