ઘરના ઘરનું સપનુ થશે પુરુ
પીએમ આવાસ યોજનાની યાદી જાહેર થઈ
આ રીતે ચેક કરો, આપનું નામ આવ્યું છે કે નહીં
દેશમાં તમામ લોકોને પોતાના ઘરનું ઘર હોય, તેના માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવી રહ્યા છે. આ યોજના અંતર્ગત તે લોકોને ઘર બનાવવા માટે રકમ આપવામાં આવે છે, જેમની પાસે પોતાનું પાક્કુ મકાન નથી. દેશના લાખો લોકો અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ ઉઠાવી ચુક્યા છે. આ સ્કીમ અંતર્ગત મેદાની વિસ્તાર માટે એક લાખ 20 હજાર તથા પહાડી વિસ્તાર માટે એક લાખ 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. જો આપે પણ પીએમ આવાસ યોજના 2022 માટે અરજી કરી છે, તો ચેક કરી લેજો, આપનું નામ આ યોજનામાં આવ્યું છે કે નહીં.
દેશભરમાં પીએમ આવાસ યોજના લાગૂ છે. આ સ્કીમ અંતર્ગત અરજી કરનારા લોકોના નામ પસંદ કરીને નવી યાદીમાં નાખી દેવામાં આવે છે. જો આપે પણ અરજી કરી હોય છો, આપ પીએમ આવાસ યોજના પોર્ટલ પર જઈને પોતાનું નામ ચેક કરી શકો છો.જો તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની નવી યાદી જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx આ લિંક પર ક્લિક કરો, આમ કરવાથી તમે સીધા જ સર્ચ મેનુમાં પહોંચી જશો. અહીં તમારે રાજ્ય, જિલ્લો, બ્લોક વગેરે જેવી તમામ પૂછવામાં આવેલી માહિતી ભરવાની રહેશે. તે પછી તમે સર્ચ બટન પર ક્લિક કરો. આ રીતે તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની યાદી જોઈ શકો છો. જો તમારું નામ આ યોજનાની યાદીમાં હશે, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો.
પીએમ આવાસ યોજના શહેરીનું લિસ્ટ જોવાની પધ્ધતિ
• સૌથી પહેલા પીએમ આવાસ યોજનાની વેબસાઈટ પર જાઓ.
• આ પછી હોમ પેજ પર મેનુ સેક્શન પર જાઓ
• આ પછી Search Beneficiary અંતર્ગત Search By Name પસંદ કરો
• તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે
• આમાં તમે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને Show ના બટન પર ક્લિક કરો
• આ પછી તમારી સ્ક્રીન પર લાભાર્થીઓની યાદી દેખાશે.
• જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો તમે તમારું નામ ચકાસી શકો છો