કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક છે
સંક્રમિત થઈ રહેલા લોકોના ગ્રુપનું ઝીણવટ પૂર્વક દેખરેખ કરવા કહ્યું
આરોગ્ય મંત્રાલયે પાંચ રાજ્યોને કડક તકેદારી રાખવા જણાવ્યું
દેશભરમાં શુક્રવારે 84 દિવસ બાદ 24 કલાકામાં કોરોના સંક્રમણના 4 હજાર નવા કેસો આવ્યા છે, જેને જોઈ સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે અને કોરોના સંક્રમણ રોકવા માટેની દિશાનિર્દેશ અને સતર્કતા જાહેર કરી દીધી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કેરલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા અને તમિલનાડૂ સહિત પાંચ રાજ્યોના અધિકારીઓને કોરોના સંક્રમણને લઈને એક પત્ર લખી નિર્દેશ આપ્યા છે, જેમાં કોરોનાના સતત વધી રહેલા કેસો અને સંક્રમિત થઈ રહેલા લોકોના ગ્રુપનું ઝીણવટ પૂર્વક દેખરેખ કરવા તથા ટેસ્ટીંગ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક છે. આ અંગે આરોગ્ય મંત્રાલય તરફથી રાજ્ય સરકારોને પત્ર લખવામાં આવ્યો છે. તેના પત્રમાં, આરોગ્ય મંત્રાલયે મુખ્યત્વે પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં વધતા ચેપને રોકવા માટે સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. આરોગ્ય મંત્રાલયે આ રાજ્યોને કડક તકેદારી રાખવા જણાવ્યું છે.
રાજેશ ભૂષણે રાજ્યોને સલાહ આપી છે કે, તે પાંચ ગણા ઝડપથી પોતાની રણનીતિને પ્રસાર કરે, જેમાં કોરોના સંક્રમિતની ટેસ્ટ ટ્રેક અને ટ્રિટ તથા રસીકરણને સામેલ કરી છે. તેમનું કહેવુ છે કે, નવા કોરોના સંક્રમિત કેસોની દેખરેખ હેઠળ દિશાનિર્દેશ અનુસાર કરવી જોઈએ અને સાથે જ રાજ્યોને પોતાની કોરોના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવો જોઈએ.
રાજેશ ભૂષણનું કહેવુ છે કે, ભારતમાં છેલ્લા 3 મહિનાથી કોરોના સંક્રમણની સંખ્યા સતત ઘટી રહી છે. તો વળી વિતેલા એક અઠવાડીયામાં કોરોનાના કેસોમાં મામૂલી વધારો આવ્યો છે. તેમનું કહેવુ છે કે, અઠવાડીયાના અંતે 15,708 નવા કેસો આવ્યા છે, જે જૂનમાં 21,055ની પાર પહોંચી ગયા છે.