આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે
સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે
સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા,
આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ
સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા, જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 અને A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી પાસ થયા છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે.આ વખતે સુબીર,છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે.