ગરમી શરૂ થતાં ટ્રેનોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો
ભારતીય રેલ્વે દ્વારા ખાસ ટ્રેનો શરૂ કરાઈ
સમર સ્પેશીયલ ટ્રેન
ગરમી શરૂ થતાં ટ્રેનોમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના દરમિયાન આ સંખ્યા ખૂબ ઓછી હતી, જો કે, હવે મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ ટ્રેનોમાં ફરી ભીડ ઉમટવા લાગી છે. ગરમીની આ સિઝનમાં મુસાફરોની ભીડ મેનેજ કરવા માટે ભારતીય રેલ એક પછી એક સ્પેશિયલ ટ્રેન ચલાવાની ઘોષણા કરી રહી છે. આ જ ક્રમમાં ભારતીય રેલ્વેએ ઉત્તર પશ્ચિમ રેલ્વે ઝોને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર અજમેરથી બાંદ્વા અને જયપુરથી બાંદ્રા માટે સમર ટ્રેન ચલાવામાં આવશે. આ ઉપરાંત જયપુરથી હૈદરાબાદની વચ્ચે પણ એક ટ્રેન શરૂ થઈ ચુકી છે.
ટ્રેન નંબર 09039 બાંદ્રા ટર્મિનસ અજમેર સમર સ્પેશિયલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 20 એપ્રિલથી 15 જૂન સુધી બાંદ્રા ટર્મિનસથી દર બુધવારે રાતના 11.55 કલાકે રવાના થઈને આગામી દિવસે સાંજે 5.00 કલાકે અજમેર પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09040, અજમેર બાંદ્રા ટર્મિનસ ગ્રીષ્મકાલીન સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિલ ટ્રેન 21 એપ્રિલથી 16 જૂન સુધી અજમેરથી દર ગુરૂવારે રાતના 11.415 કલાકે રવાના થઈને બીજા દિવસે બપારે 3.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
ટ્રેન નંબર 0923 જયપુર બાંદ્રા ટર્મિનસ સમર સ્પેશિયલ ટ્રેન 13 એપ્રિલથી 29 જૂન સુધી દર બુધવારે સવારે 8.10 વાગ્યે જયપુરથી રવાના થઈને આગામી દિવસે હપોરે 4.55 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ જયપુર સમર સ્પેશિયલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 14 એપ્રિલથી 30 જૂન સુધી દર ગુરૂવારે બાંદ્રા ટર્મિનસથી સવારે 9.30 કલાકે રવાના થઈને આગામી દિવસે સવારે 6.55 કલાકે જયપુર પહોંચશે.
ટ્રેન નંબર 07115, હૈદરાબાદ-જયપુર સાપ્તાહિક સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 1 એપ્રિલથી 24 જૂન સુધી દર શુક્રવારે હૈદરાબાદ રાતે 8.20 કલાકે રવાના થઈને રવિવારે સવારે 5.25 કલાકે જયપુર પહોંચશે. વાપસી ટ્રેન નંબર 07116 જયપુર હૈદરાબાદ સાપ્તાહિક ટ્રેન 3 એપ્રિલથી 26 જૂન સુધી દર રવિવારે બપોરે 3.20 કલાકે જયપુરથી રવાના થશે અને મંગળવાર રાતે 1.00 કલાકે હૈદરાબાદ પહોંચશે.