પર્યાવરણને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.
નેશનલ પાર્કને ESZમાં કોઈપણ પ્રકારનું ખનન કરવાની પરમીશન નહીં મળે.
નવા બાંધકામને પણ પરમીશન નહીં આપવામાં આવે
પર્યાવરણને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. દેશભરમાં સંરક્ષિત વન, વન્યજીવ અભયારણ્ય અને નેશનલ પાર્કની આસપાસ 1 કિલોમિટરના વિસ્તારમાં પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર બનાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ESZ ની સીમાની અંદર જે કોઇ ગતિવિધિ ચાલી રહી હોય તે માત્ર મુખ્ય વન સંરક્ષકની પરમીશન બાદ જ ચાલી શકશે.
પ્રત્યેક રાજ્યનાં મુખ્ય વન સંરક્ષક ESZ અંતર્ગત હાલના ક્ષેત્રનું એક લિસ્ટ તૈયાર કરશે અને 3 મહિનાના અંતે સુપ્રીમ કોર્ટને સોંપશે. વન્યજીવ અભયારણ્ય અને નેશનલ પાર્કને ESZમાં કોઈપણ પ્રકારનું ખનન કરવાની પરમીશન નહીં મળે. તેમજ નવા બાંધકામને પણ પરમીશન નહીં આપવામાં આવે. આ ચુકાદો જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં ટીએં ગોદાવરમન કેસમાં મંત્રાલયને સંરક્ષિત વણો અને નેશનલ પાર્ક્સને લઈને આદેશ આપવામાં આવ્યો હતો.