ચિકનકારી લહેંગામાં તમે હાથથી કરેલા વર્કને પણ એડ કરી શકો છો.
ચિકનગારી લહેંગા પહેરવાથી એટ્રેક્ટિવ લાગે છે
. હેવી ચિકનકારી લહેંગાથી આખો લુક બદલાઇ જાય છે
ચિકનગારી લહેંગા માત્ર દેખાવમાં જ નહિં પરંતુ પહેરવાથી પણ એટ્રેક્ટિવ લાગે છે. ગરમીમાં તમારે કોઇ પણ ફંક્શનમાં જવાનું હોય તો ચિકનગારી લહેંગા તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ ચિકનકારી લહેંગામાં તમે પેસ્ટલ અને બ્રાઇટ્સ કલર્સ પહેરો છો તો તમારો વટ પડી જાય છએ. તો આ આઇડિયા પર તમે પણ કરી લો એક નજર..
- ચિકનકારી લહેંગામાં તમે હાથથી કરેલા વર્કને પણ એડ કરી શકો છો. હાથથી કરેલું વર્ક તમને એક અલગ લુક આપે છે. આ લહેંગાને તમે કોઇ સ્પેશિયલ ડિઝાઇનર પાસે પણ કરાવી શકો છો. આ લહેંગામાં તમને અનેક પ્રકારની ડિઝાઇન્સ મળી રહે છે.
- જો તમે ટ્રેડિશનલ લુક ઇચ્છો છો તો તમે ચિકનકારી લહેંગા ટ્રાય કરી શકો છો. કોઇ પણ ફંક્શન માટે તમે ડાર્ક કલર પસંદ કરો છો તમારો વટ પડી જાય છે.
- તમે પ્રિ વેડિંગ ફંક્શન માટે મિરર વર્ક ચિકનકારી લહેંગા પણ ટ્રાય કરી શકો છો. આ લહેંગામાં તમે બને ત્યાં સુધી ડાર્ક કલરની પસંદગી કરજો જેથી તમારા ફોટા સારા આવે. પ્રિ વેડિંગ માટે તમે પીચ પેસ્ટલ કલર અને મિરર વર્ક પેસ્ટલ લહેંગા પણ ટ્રાય કરી શકો છો.
- તમે કંઇક અલગ ટ્રાય કરવા ઇચ્છો છો તો તમે ચિકનકારી લહેંગાની સાથે બનારસી દુપટ્ટો પણ એડ કરી શકો છો.
- ચિકનકારી લહેંગામાં તમે પેસ્ટલ પીચ કલર પણ ટ્રાય કરી શકો છો.
- તમે દુલ્હન બનવા જઇ રહ્યા છો તો હેવી ચિકનકારી લહેંગા પણ ટ્રાય કરી શકો છો. હેવી ચિકનકારી લહેંગાથી તમારો આખો લુક બદલાઇ જાય છે. હેવી લહેંગામાં તમારી ફોટોગ્રાફી પણ મસ્ત આવે છે.