જૂને કરાય છે વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી
સાઈકલિંગ પર્યાવરણ અને સ્વસ્થ્ય માટે છે ફાયદાકારક
વર્ષ 2018થી સાઇકલ દિવસની ઉજવણી શરૂઆત કરાઇ હતી
દુનિયાભરમાં 3 જૂને વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી પાછળ પણ અનેક ઉદ્દેશ્ય રહેલ છે. વર્ષોથી સાઇકલનું માનવજીવનમાં મહત્વનુ સ્થાન રહેલ છે. વર્ષો પહેલાની જો વાત કરવામાં આવે તો એ સમયમાં સાઇકલનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવા માટે કરવામાં આવતો હતો.
આજના સમયમાં હાઈટેક વાહનો આવવા છતાં સાઇકલનું મહત્વ એટલુજ રહ્યું છે. આજના આ સમયમાં સાઇકલ પર્યાવરણ માટે મહત્વની છે સાથેજ આપણા સ્વાસ્થ્ય માટે પણ એટલીજ મહત્વની રાહ છે. સાઇકલ ચલાવવાથી વજન ઘટે છે, સ્નાયુઓની મજબૂતી, સારી કસરત વગેરે થાય છે. વિશ્વ સાઇકલ દિવસ આ બધા ફાયદાઓ વિશે લોકોને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે.
સાયકલ ડેની ઉજવણી વર્ષ 2018માં શરૂ થઈ હતી. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. આ માટે 3 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારથી, ભારત સહિત ઘણા દેશો દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવે છે.
ખરેખર, ટેક્નોલોજીના વિકાસ સાથે વાહનોનો ઉપયોગ વધવા લાગ્યો. પરંતુ આના કારણે લોકોની દિનચર્યા પર માઠી અસર પડી હતી. લોકોએ સમય બચાવવા અને સગવડતા માટે સાયકલ ચલાવવાનું ઓછું કર્યું. બાઇક, કાર વગેરેને વાહનવ્યવહારનું માધ્યમ બનાવ્યું છે. પરંતુ આ દિવસની શરૂઆત બાળકો અને અન્ય લોકોને સાયકલના ઉપયોગ અને જરૂરિયાત વિશે જાગૃત કરવાના હેતુથી કરવામાં આવી હતી. શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસો, સોસાયટીઓ વગેરેમાં લોકોને સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવા દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
જ્યારે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ 2018માં 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી, ત્યારે ઘણા દેશોએ તેમના નિર્ણયને ટેકો આપ્યો. આ દિવસની શરૂઆત કરવા માટે લેસ્ઝેક સિબિલ્સ્કી દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેને તુર્કમેનિસ્તાન અને અન્ય 56 દેશોએ સમર્થન આપ્યું હતું. દર વર્ષે વિશ્વ સાયકલ દિવસની થીમ નક્કી કરવામાં આવે છે, જેના આધારે વિશ્વના તમામ દેશો વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરે છે.