શનિદેવને ન્યાયના દેવતા કે ન્યાયાધીશ કહેવાય છે.
શનિનો અર્થ મંદ અથવા ધીમી ગતિ થાય છે.
મેષ રાશિના જાતકો માટે વક્રી શનિ લાભદાયક બનશે.
આગામી 5 જૂનના રોજ શનિદેવની કુંભ રાશિમાં વક્રી થશે. કેટલીક રાશિઓ ઉપર ગ્રહોની સ્થિતિની શુભ તો કેટલીક રાશિઓ ઉપર અશુભ અસર થતી હોય છે. 5મી જૂને શનિદેવની કુંભ રાશિમાં વક્રી થશે. વક્રી શનિ કેટલીક રાશિઓને સારા પરિણામ આપશે જ્યારે કેટલીક રાશિ ઉપર શનિની વક્ર દૃષ્ટિ હશે.શનિદેવને ન્યાયના દેવતા કે ન્યાયાધીશ કહેવાય છે. તે તમારા કર્મ પ્રમાણે ફળ આપનાર ગ્રહ છે. શનિનો અર્થ મંદ અથવા ધીમી ગતિ થાય છે.
મેષઃ
મેષ રાશિના જાતકો માટે વક્રી શનિ લાભદાયક બનશે. આ રાશિથી શનિદેવ 11માં ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. તેથી, આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે અને આવકના નવા સાધનો બનશે. ધંધામાં લાભદાયી ડીલ થવાની સંભાવના છે. તેમજ નોકરી-ધંધાવાળા જાતકો માટે આ સમય લાભદાયક રહેશે. ધંધાદારીઓને નફો થશે.
વૃષભ:
તમારી જન્મ કુંડળીથી શનિદેવ 10માં ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. તેને કર્મક્ષેત્ર કે નોકરીનું સ્થાન કહેવાય છે. તેથી, આ સમય દરમિયાન તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તમને નવી નોકરીની તકો મળશે, કાર્ય સ્થળે તમારી કાર્ય ક્ષમતામાં સુધારો થશે અને તમારા કાર્યના વખાણ થશે. બોસ તમારાથી ખુશ રહેશે. વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, શનિ અને શુક્ર વચ્ચે મિત્રતાનો ભાવ હોવાથી વક્રી શનિ તમારા માટે લાભદાયી સાબિત થશે
.
મકરઃ
મકર રાશિના જાતકો માટે શનિની વક્રી સ્થિતિ શુભદાયક સાબિત થશે. શનિદેવ તમારી કુંડળીથી બીજા સ્થાન ઉપર વક્રી થવા જઈ રહ્યા છે. જેને ધન કે વાણીનું ઘર કહેવામાં આવે છે. તેથી તમને આ સમયગાળા દરમિયાન આકસ્મિક ધન લાભ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલું ધન પ્રાપ્ત થઈ થકે છે. તમારા માટે વાહન કે જમીન ખરીદવાનો આ ઉત્તમ સમય છે. તમે કોઈ પણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઈચ્છી રહ્યા હશો તો તમને તેમાં સફળતા મળશે. મકર રાશિ ઉપર શનિદેવનું આધિપત્ય છે.