પંજાબની AAP સરકારને તગડો ઝટકો
424 હસ્તીઓની સુરક્ષા બહાલીનો હાઈકોર્ટનો ઓર્ડર
હાઈકોર્ટના આદેશ બાદ માન સરકારે સુરક્ષા બહાલ કરી
થોડા દિવસ પહેલા પંજાબની આપ સરકારે 424 હસ્તીઓની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી જેમાં પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા પણ સામેલ હતા, સુરક્ષા હટાવ્યાના એક દિવસ બાદ મુસેવાલાની કરપીણ હત્યા થઈ હતી. આ પછી પંજાબ એન્ડ હાઈકોર્ટમાં સુરક્ષા હટાવવાના વિરોધમાં અરજી થઈ હતી.
424 હસ્તીઓની સુરક્ષા હટાવવાના કેસની સુનાવણી કરતા પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે ભગવંત માન સરકારને 7 જુન પહેલા તમામ લોકોને ફરી સુરક્ષા આપવાનો આદેશ આપી દીધો છે. ઉલ્લેખનીય છે ભગવંત માન સરકારે 424 હસ્તીઓની સુરક્ષા હટાવી હતી જે મુદ્દે મોટી બબાલ થઈ હતી.
સુરક્ષા હટાવ્યાંના બીજા દિવસે પંજાબ સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઈ હતી. તેમની સુરક્ષા હટાવાઈ તેના બીજા દિવસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારની ગેંગે તેમની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
હાઈકોર્ટે માન સરકારને 7 જુન સુધીમાં તમામ હસ્તીઓને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ માન સરકારે જે 424 હસ્તીઓની સુરક્ષા હટાવી હતી તેને ફરી બહાલ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુરક્ષા હટાવ્યાંના બીજા દિવસે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઈ હતી.