સંગીત જગતનો વધુ એક સૂર શાંત થયો
મશહૂર સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું નિધન
ગુરુગ્રામની હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર
વિશ્વપ્રસિદ્ધ સંતૂર વાદક શિવ કુમાર શર્માના નિધનના આઘાતની હજુ કળ વળી નથી ત્યાં તો ફરી બીજા માઠા સમાચાર આવ્યાં છે. જાણીતા સંતૂરના સંત તરીકે જાણીતા સંતૂર વાદક ભજન સોપોરીનું નિધન થતા ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા, પરંતુ ગુરુવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને પછી તેમના મૃત્યુના સમાચાર આવ્યા.
ભજન સોપોરીનો જન્મ 1948માં શ્રીનગરમાં થયો હતો. તેમનું પુરુ નામ ભજનલાલ સોપોરી હતું તેમના પિતા પંડિત એસએન સોપોરી પણ એક સંતૂરવાદી હતા.
પંડિત ભજન સોપોરીની ઉંમર 74 વર્ષની હતી અને તેઓ ઘણા સમયથી બીમાર હતા અને ગુરુગ્રામની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. તેઓ સંતૂરના સંત તરીકે જાણીતા હતા તેમના અવસાનને પગલે સંગીત જગતને એક મોટી પડી છે.
જમ્મુ, જે.એન. વિશ્વભરના જાણીતા સંતૂર વાદક શિવ કુમાર શર્માના નિધનથી કલાપ્રેમીઓ હજુ સુધી બહાર નથી આવ્યા કે જાણીતા સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું પણ આજે સાંજે નિધન થયું છે. તેમનો જન્મ 1948માં શ્રીનગરમાં થયો હતો. તેમનું પૂરું નામ ભજનલાલ સોપોરી છે અને તેમના પિતા પંડિત એસ.એન.સોપોરી પણ સંતૂર વાડી હતા.