ઉનાળામાં ફરવા જવું હોય તો ખાસ વાંચો
IRCTC લાવ્યું ખાસ ટૂર પેકેજ
જાણો તેના વિશે
આ વખતે જો તમે ઉનાળાની રજાઓમાં ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમને પોખરા અને કાઠમંડુની મુલાકાત લેવાની તક મળશે. આ 4 રાત અને 5 દિવસનું પેકેજ હશે. IRCTCએ ટ્વિટ કરીને આ પેકેજ વિશે જણાવ્યું છે.
IRCTCએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે તમારી પાસે નેપાળ જવાની સારી તક છે. તમને પશુપતિનાથ મંદિર, પાટણ દરબાર સ્ક્વેર, સ્વયંભુનાથ સ્તૂપ અને તેમાંના ઘણા સુંદર સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજ માટે તમારે પ્રતિ વ્યક્તિ માત્ર 29000 રૂપિયા ખર્ચવા પડશે.
પેકેજ વિષેની માહિતી
- પેકેજનું નામ – Gems of Nepal
- ફ્લાઇટ ક્યાંથી મળશે – વારાણસી
- આ સ્થળોએ ફરવા મળશે – કાઠમંડુ (2 રાત), પોખરા (2 રાત)
- ટ્રાવેલિંગ મોડ – ફ્લાઇટ
- એરલાઇન – બુદ્ધા એર
- ક્લાસ-કંફર્ટ
- પ્રસ્થાન તારીખ – 27 જૂન 2022
- મિલ પ્લાન – બ્રેકફાસ્ટ અને ડિનર
- કુલ સીટ- 50
સિંગલ ઓક્યુપન્સીની વાત કરીએ તો તમારે પ્રતિ વ્યક્તિ 38200 રૂપિયાનો ખર્ચ થશે. આ સિવાય જો તમે ડબલ ઓક્યુપેસીની વાત કરીએ તો તમારે પ્રતિ વ્યક્તિ 30300 રૂપિયા ખર્ચવા પડશે. ત્યાં જ ટ્રિપલ ઓક્યુપન્સી માટે વ્યક્તિ દીઠ 29000 રૂપિયાનો ખર્ચ થશે.
આ સિવાય જો બાળકોના ભાડાની વાત કરીએ તો 5 થી 11 વર્ષની વચ્ચેના બાળક માટે પ્રતિ બાળક 28900 રૂપિયા લેવામાં આવશે. જો તમે બેડની સુવિધા નહીં લો તો તમારે બાળક દીઠ 21000 રૂપિયા ખર્ચવા પડશે. તે 2 થી 11 વર્ષના બાળકો માટે છે.
આ પેકેજ વિશે વધુ માહિતી માટે, તમે આ GEMS OF NEPAL EX VARANASI સત્તાવાર લિંકની મુલાકાત લઈ શકો છો અને આ સિવાય તમે ફોન નંબર 8287930922 અને 8287930908 પર પણ સંપર્ક કરી શકો છો.