સરકારે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ, નામનું એક પોર્ટલ પણ શરૂ કર્યું છે
સહકારી સમિતિઓ પણ જેમ પોર્ટલથી સામાન ખરીદી શકશે
ગરીબ, મહિલા અને એસએચજીનું કલ્યાણ કરવામાં આવ્યું છે
સરકારે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ, નામનું એક પોર્ટલ પણ શરૂ કર્યું છે, જેથી કોઈ પણ વ્યક્તિ ઈ-કોમર્સ પ્લેટફોર્મ GeM સાથે જોડાઈને બિઝનેસ કરી શકે. સરકારી ઈ-માર્કેટ પ્લેસ એ એક ઓનલાઈન માર્કેટ છે, જેના દ્વારા સરકાર સાથે જોડાઈને લોકોનું બિઝનેસ કે બિઝનેસ કરવાનું સપનું પૂરું થઈ શકે છે. હવે સરકારે જેમ પોર્ટલથી સામાન ખરીદે છે. અલગ અલગ વિભાગ અને સરકારી ઉપક્રમે પણ જેમ પોર્ટલથી ખરીદીની શરૂઆત કરી છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, જેમ પોર્ટલ પર ખરીદી સતત વધી રહી છે. તેનાથી ટેન્ડર પ્રક્રિયાનો ખર્ચ અને સમય બચી જશે. નાનામાં નાના વેપારી જેમ પોર્ટલ સાથે જોડાયા છે અને તે તેના દ્વારા મોટા વેપાર કરી શકશે. હવે સહકારી સમિતિઓ પણ જેમ પોર્ટલથી સામાન ખરીદી શકશે. 8.54 લાખ રજીસ્ટર્ડ સહકારી સમિતિઓ છે.અનુરાગ ઠાકુરે કહ્યું કે, GeM સમાવેશ, પારદર્શિતા અને કાર્યક્ષમતા પર કામ કરે છે. કારીગરો, વણકરો, SHGs, સ્ટાર્ટઅપ્સ, મહિલા સાહસિકો અને MSMEs GeM પર નોંધાયેલા છે.
જો તમે છેલ્લા 4 વર્ષના હિસાબે જુઓ તો 2017-18માં રૂ. 6220 કરોડની ખરીદી 2021-22માં રૂ. 1.06 લાખ કરોડને વટાવી ગઈ છે. સ્વ-સહાય જૂથો, MSME, નાના વેપારીઓને GeM (ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ) ખોલ્યા પછી ઘણો ફાયદો થયો છે.પાંચ વર્ષમાં આ વધારો દર્શાવે છે કે, સિસ્ટમ વધુ જવાબદાર અને પારદર્શક બની છે. ગરીબ, મહિલા અને એસએચજીનું કલ્યાણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીના ટેક્નોલોજી સંબંધિત પગલાઓથી સહકારી મંડળીઓને પણ ફાયદો થશે.