રેલવે યાત્રીઓ માટે ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સેવા ઉપલબ્ધ કરવામાં આવી
20 મિનિટ પહેલાં ફોન કરીને સ્ટેશન વિશે જાણકારી આપવામાં આવશે
139 નંબર પર કસ્ટમર કેર પ્રતિનિધિ સાથે વાત કરીને એલર્ટ સુવિધાનો પણ લાભ લઈ શકે છે
ઘણીવાર રેલવેમાં મુસાફરી દરમિયાન ઊંઘના કારણે આપણે જે સ્ટેશન પર જવું હોય તે સ્ટેશનથી આગળ નીકળી જઈએ છીએ, જેનાં કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સુવિધાથી તમે આ મુશ્કેલીથી બચી શકો છો.
રેલવે યાત્રીઓ માટે ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધામાં પ્રવાસીઓને 20 મિનિટ પહેલાં ફોન કરીને સ્ટેશન વિશે જાણકારી આપવામાં આવશે. આ સુવિધાને પૂછપરછ સેવા પર IVR સાથે લિંક કરીને એલાર્મ સેવા શરૂ કરવામાં આવી છે. મુસાફરો 139 નંબર પર કસ્ટમર કેર પ્રતિનિધિ સાથે વાત કરીને એલર્ટ સુવિધાનો પણ લાભ લઈ શકે છે.
આ રીતે લઇ શકો છો આ સુવિધાનો ફાયદો
- IRCTCની હેલ્પલાઇન 139 નંબર પર મોબાઈલથી કોલ અથવા મેસેજ કરો. કોલ રિસીવ કરે ત્યારે ભાષાની પસંદગી કરો. આ બાદ ડેસ્ટિનેશન એલર્ટ માટે પહેલાં 7 નંબર અને પછી 2 નંબર દબાવો.
- 10 અંકનો પીએનઆર નંબર મુસાફરને પૂછવામાં આવશે. જે ડાયલ કર્યા બાદ કન્ફોર્મ કરવા માટે 1 ડાયલ કરો. સિસ્ટમ PNR નંબરની ચકાસણી કરશે અને ડેસ્ટિનેશન સ્ટેશન માટે એલર્ટ ફીડ કરશે.
- આ પછી તમને કન્ફર્મેશન SMS મળશે. ડેસ્ટિનેશન પહોંચતા પહેલા મોબાઈલ પર કોલ આવશે.
- તેવી જ રીતે મેટ્રો શહેરોમાં કૉલ માટે 1.20 રૂપિયા પ્રતિ મિનિટ અને અન્ય શહેરોમાં 2 રૂપિયા પ્રતિ મિનિટનો ચાર્જ લેવામાં આવશે.
- આ સુવિધા રાતે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે.